64 - મળ્યું અમને / હરજીવન દાફડા
ઘણા જન્મે આ માનવ - તન મળ્યું અમને,
ને લટકામાં ભટકતું મન મળ્યું અમને.
હતું મનમાં કે ઝળહળતું નગર મળશે,
અહીં અંધારઘેર્યું વન મળ્યું અમને.
પરસ્પર ઘાતકી રીતે લડે માણસ,
બરાબર એ સ્થળે આસન મળ્યું અમને.
પળેપળ કોલસાની ખાણમાં રહેવું,
ઉપરથી ખોળિયું પાવન મળ્યું અમને.
ખરીદી ના શક્ય એકાદ - બે શ્વાસો,
ખજાને સાવ ખોટું ધન મળ્યું અમને.
ને લટકામાં ભટકતું મન મળ્યું અમને.
હતું મનમાં કે ઝળહળતું નગર મળશે,
અહીં અંધારઘેર્યું વન મળ્યું અમને.
પરસ્પર ઘાતકી રીતે લડે માણસ,
બરાબર એ સ્થળે આસન મળ્યું અમને.
પળેપળ કોલસાની ખાણમાં રહેવું,
ઉપરથી ખોળિયું પાવન મળ્યું અમને.
ખરીદી ના શક્ય એકાદ - બે શ્વાસો,
ખજાને સાવ ખોટું ધન મળ્યું અમને.
0 comments
Leave comment