66 - ખૂબ અઘરું છે / હરજીવન દાફડા
હવે મઝધારથી પાછા જવાનું ખૂબ અઘરું છે,
ને આગળ હોડીઓ હંકારવાનું ખૂબ અઘરું છે.
અહીં મોજૂદ રસ્તે ચાલવા સંમત નથી ચરણો,
નવેસર કેડીઓ કંડારવાનું ખૂબ અઘરું છે.
કહો તો વિશ્વ ફૂંકી મારીએ એકાદ - બે પળમાં
અમારા મનને મારી નાખવાનું ખૂબ અઘરું છે.
કસોકસની રમતમાં આપ જીતી જાવ તો સારું,
તમારી જીત માટે હારવાનું ખૂબ અઘરું છે.
અમારા આંગણે આવી શકો તો થાય મળવાનું,
તમારા ઘર સુધી તો આવવાનું ખૂબ અઘરું છે.
ને આગળ હોડીઓ હંકારવાનું ખૂબ અઘરું છે.
અહીં મોજૂદ રસ્તે ચાલવા સંમત નથી ચરણો,
નવેસર કેડીઓ કંડારવાનું ખૂબ અઘરું છે.
કહો તો વિશ્વ ફૂંકી મારીએ એકાદ - બે પળમાં
અમારા મનને મારી નાખવાનું ખૂબ અઘરું છે.
કસોકસની રમતમાં આપ જીતી જાવ તો સારું,
તમારી જીત માટે હારવાનું ખૂબ અઘરું છે.
અમારા આંગણે આવી શકો તો થાય મળવાનું,
તમારા ઘર સુધી તો આવવાનું ખૂબ અઘરું છે.
0 comments
Leave comment