67 - સવાલ કર / હરજીવન દાફડા


આજ કર કે કાલ કર,
કોઈ તું કમાલ કર.

વિશ્વને પ્રવેશવા,
આંગણું વિશાલ કર.

સંભળાય ના તને,
એમ કાં ધમાલ કર ?

નિર્દયી થવું જ હો,
તું તને હલાલ કર.

સાંભળી લે કાં બધું ?
ક્યાંક તો સવાલ કર.


0 comments


Leave comment