68 - હોત તો / હરજીવન દાફડા
જ્યોતથી ઝળહળ થવાતું હોત તો ?
ઘોર અંધારું ખમાતું હોત તો ?
વસ્ત્ર મારા ખૂબ ભીંસે છે મને,
સહેજ અમથું સળવળાતું હોત તો ?
ઓળખી લીધું હતું આખું જગત,
ઘર બરાબર ઓળખાતું હોત તો ?
કોઈનો પોકાર ભીતરમાં પડે,
કાનને એ સંભળાતું હોત તો ?
આપમેળે મન કદમ ભરતું નથી,
કોઈનાથી દોરવાતું હોત તો ?
ઘોર અંધારું ખમાતું હોત તો ?
વસ્ત્ર મારા ખૂબ ભીંસે છે મને,
સહેજ અમથું સળવળાતું હોત તો ?
ઓળખી લીધું હતું આખું જગત,
ઘર બરાબર ઓળખાતું હોત તો ?
કોઈનો પોકાર ભીતરમાં પડે,
કાનને એ સંભળાતું હોત તો ?
આપમેળે મન કદમ ભરતું નથી,
કોઈનાથી દોરવાતું હોત તો ?
0 comments
Leave comment