69 - સમજ / હરજીવન દાફડા
જવા નીકળું તો જવાયું સમજ,
ફરીથી શિખર પર ચડાયું સમજ.
બધી આડ વાતો મૂકી દે અલગ,
રટણ જે હશે તે રટાયું સમજ.
તને જો કશી જાણકારી નથી,
સ્વયંથી પરિચિત થવાયું સમજ.
ગગન છે ને સાબૂત પાંખોય છે,
ગમે ત્યારે ઊડી શકાયું સમજ.
અડોઅડ ઊછળતો સમંદર મળ્યો,
હવે તરબતર થૈ જવાયું સમજ.
ફરીથી શિખર પર ચડાયું સમજ.
બધી આડ વાતો મૂકી દે અલગ,
રટણ જે હશે તે રટાયું સમજ.
તને જો કશી જાણકારી નથી,
સ્વયંથી પરિચિત થવાયું સમજ.
ગગન છે ને સાબૂત પાંખોય છે,
ગમે ત્યારે ઊડી શકાયું સમજ.
અડોઅડ ઊછળતો સમંદર મળ્યો,
હવે તરબતર થૈ જવાયું સમજ.
0 comments
Leave comment