14 - મારા સુધી પ્હોંચાય નહિ / લક્ષ્મી ડોબરિયા
સ્થિતિ આ સંબંધમાં સ્હેવાય નહિ,
હોય આંધણ પણ કશું ઓરાય નહિ.
એટલી હળવાશ પણ શું કામની?
તાગ તળિયાનો કદી લેવાય નહિ.
આ ગ્રહોની ચાલથી સાબિત થયું,
આજમાં કંઈ કાલથી જીવાય નહિ.
તું સમય, સંજોગને આ રીતે જો,
પાનખર વિણ ડાળથી કોળાય નહિ.
સાચવી લેજે જણસની જેમ બસ,
બંધ મુઠ્ઠી ક્યાંય જો ખોલાય નહિ.
લ્યો, પુરાવો મારી ઊંચી પહોંચનો,
મારાથી મારા સુધી પહોંચાય નહિ.
આટલી સમજણથી બસ ડૂમો થયો,
નેવું થઈને આંખથી ચૂવાય નહિ.
હોય આંધણ પણ કશું ઓરાય નહિ.
એટલી હળવાશ પણ શું કામની?
તાગ તળિયાનો કદી લેવાય નહિ.
આ ગ્રહોની ચાલથી સાબિત થયું,
આજમાં કંઈ કાલથી જીવાય નહિ.
તું સમય, સંજોગને આ રીતે જો,
પાનખર વિણ ડાળથી કોળાય નહિ.
સાચવી લેજે જણસની જેમ બસ,
બંધ મુઠ્ઠી ક્યાંય જો ખોલાય નહિ.
લ્યો, પુરાવો મારી ઊંચી પહોંચનો,
મારાથી મારા સુધી પહોંચાય નહિ.
આટલી સમજણથી બસ ડૂમો થયો,
નેવું થઈને આંખથી ચૂવાય નહિ.
0 comments
Leave comment