17 - જીવ શણગારી જુઓ / લક્ષ્મી ડોબરિયા
ધીરતા ધારી જુઓ,
કાં પછી હારી જુઓ.
લ્યો, કલમ, કાગળ પછી,
જાત વિસ્તારી જુઓ.
ચીતરો ચૈતર અને,
ટેરવાં હારી જુઓ.
શૂન્યની કિંમત થશે,
એક અવતારી જુઓ.
કોણ છું? ના પ્રશ્નથી,
ખુદને પડકારી જુઓ.
કોઈ વૈરાગી ક્ષણે,
જીવ શણગારી જુઓ.
કાં પછી હારી જુઓ.
લ્યો, કલમ, કાગળ પછી,
જાત વિસ્તારી જુઓ.
ચીતરો ચૈતર અને,
ટેરવાં હારી જુઓ.
શૂન્યની કિંમત થશે,
એક અવતારી જુઓ.
કોણ છું? ના પ્રશ્નથી,
ખુદને પડકારી જુઓ.
કોઈ વૈરાગી ક્ષણે,
જીવ શણગારી જુઓ.
0 comments
Leave comment