20 - પ્રશ્નો / લક્ષ્મી ડોબરિયા


શું હતું? ને શું થશે ? છે અંદર પ્રશ્નો.
મનમાં ઘૂંટ્યા તો થયા છે મંતર પ્રશ્નો.

કોઈના વરસી જવાથી ઊગશે ઉત્તર,
આશ રાખીને ઊભા છે બંજર પ્રશ્નો.

રાખે છે સાપેક્ષ થઈ સંબંધોમાં પણ,
ક્યાંક ઓછુ, ક્યાંક ઝાઝું, અંતર પ્રશ્નો.

ઘાટ ઘડવા રીત નોખી અજમાવે છે,
તીર, ભાલો, ટાંકણી ને ખંજર પ્રશ્નો.

જે જવાબો જિંદગીને અજવાળું દે,
લાગવાના એ સહજ ને સુંદર પ્રશ્નો. 


0 comments


Leave comment