64 - કોઈ પણ સ્ફૂરણા છે જ ક્યાં ? / નીરજ મહેતા


કોઈ પણ સ્ફૂરણા છે જ ક્યાં ?
શું લખું ? પ્રેરણા છે જ ક્યાં ?

આપણી ચોતરફ જે રહે
એ બધા આપણા છે જ ક્યાં ?

શિલ્પ કંડારવું કઇ રીતે ?
હાથમાં ટાંકણા છે જ ક્યાં ?

આભ તો સાવ નજદીક છે
પાંખમાં એષણા છે જ ક્યાં ?

કેમ ખૂલે અહં પિંજરૂં
ખોલવા બારણા છે જ ક્યાં ?

(છડીદાર)


0 comments


Leave comment