68 - મળી એક વસ્તુ મને બારમાસી / નીરજ મહેતા
મળી એક વસ્તુ મને બારમાસી
ઉદાસી,ઉદાસી,ઉદાસી,ઉદાસી
ઝરૂખો રડે છે અઢેલીને ભીંતે
અકળ મૌન લઇને ફરે છે અગાસી
નકામી હવે છેડછાડો તજી દો
દરદ આ વકરશે તપાસી-તપાસી
તમારા તરફ જાય પથરાળ રસ્તો
ઉપરથી ચરણમાં ઊગી છે કપાસી
ઘટીયંત્રના રેત-દરિયા વચોવચ
સરે ધીરગંભીર ક્ષણનો ખલાસી
(વિ-વિદ્યાનગર)
ઉદાસી,ઉદાસી,ઉદાસી,ઉદાસી
ઝરૂખો રડે છે અઢેલીને ભીંતે
અકળ મૌન લઇને ફરે છે અગાસી
નકામી હવે છેડછાડો તજી દો
દરદ આ વકરશે તપાસી-તપાસી
તમારા તરફ જાય પથરાળ રસ્તો
ઉપરથી ચરણમાં ઊગી છે કપાસી
ઘટીયંત્રના રેત-દરિયા વચોવચ
સરે ધીરગંભીર ક્ષણનો ખલાસી
(વિ-વિદ્યાનગર)
0 comments
Leave comment