69 - આ વાત સાંભળી જરા વિસ્મિત થશો તમે / નીરજ મહેતાઆ વાત સાંભળી જરા વિસ્મિત થશો તમે
ચીંધો તમે જ આંગળી ઈંગિત થશો તમે

લાવો ન લોભ, કામ, ક્રોધ, મદ વદન ઉપર
છે વિશ્વ એક આયનો બિંબિત થશો તમે

દેશો જગતને એ જ ફરી આવશે પરત
શણગારવાથી વિશ્વ સુશોભિત થશો તમે

પામી પ્રચૂર પ્રેમ છલકશે નયન-નદી
સાગર અમાપઆપતાં પુલકિત થશો તમે

કોરી કિતાબ ભીતરે ભીંજાય અક્ષરો
બેઆંખ જો વંચાય તો પંડિત થશો તમે


0 comments


Leave comment