75 - એ પણ કરે શું ? / હરજીવન દાફડા


સ્મરણ ચારે તરફ વાગ્યા કરે છે,
ને આઠેપો’ર મન જાગ્યા કરે છે.

મને જીવી રહ્યું છે કોઈ બીજું,
પળેપળ એમ કાં લાગ્યા કરે છે !

લગાવું ધ્યાન જો વનમાં જઈને,
વિચારો ઘર તરફ ભાગ્યા કરે છે.

કશું મારા મહીંથી શોધવાને,
સતત કોઈ મને તાગ્યા કરે છે.

બિચારો એકલો એ પણ કરે શું ?
દુવા આખું જગત માગ્યા કરે છે.


0 comments


Leave comment