76 - મારામાં / હરજીવન દાફડા
નિરંતર નાચતો - ગાતો ફરે છે મોર મારામાં,
અને ઘૂમી રહ્યા છે કૈંક પીંછાચોર મારામાં.
મથે છે એક માણસ આયખું શણગારવા માટે,
અને ખોદી રહ્યો છે એક માણસ ઘોર મારામાં.
ઘણું સારું થયું મારા સુધી આવ્યા તમે સાંઈ,
હવે ચાલી શકું એવું હતું ક્યાં જોર મારામાં !
તમસનો તાગ મેળવતાં ખબર પણ ના પડી ક્યારે,
નર્યો ઊગી ગયો અજવાસ ચારેકોર મારામાં !

0 comments
Leave comment