77 - કોરો કાગળ / હરજીવન દાફડા
કોઈ સ્થળે ક્યાં જાવાનું છે ?
છીએ ત્યાં મહેકાવાનું છે.
હોઠ હલે નહીં એવી રીતે,
ગાણું ખુદનું ગાવાનું છે.
આંખ વડે અજવાળું લાધ્યું,
સૂરજથી શું થાવાનું છે !
મરજીવો ક્યાં જાણે છે કે,
ભીતરથી ભીંજાવાનું છે.
કોરો કાગળ વાંચી લેજે,
બીજું શું સમજાવાનું છે !
છીએ ત્યાં મહેકાવાનું છે.
હોઠ હલે નહીં એવી રીતે,
ગાણું ખુદનું ગાવાનું છે.
આંખ વડે અજવાળું લાધ્યું,
સૂરજથી શું થાવાનું છે !
મરજીવો ક્યાં જાણે છે કે,
ભીતરથી ભીંજાવાનું છે.
કોરો કાગળ વાંચી લેજે,
બીજું શું સમજાવાનું છે !
0 comments
Leave comment