79 - કાંઈ પણ કહેવું નથી / હરજીવન દાફડા
જાગરણની રાત અંગે કાંઈ પણ કહેવું નથી,
ઊંઘના ઉત્પાત અંગે કાંઈ પણ કહેવું નથી.
યુદ્ધના અંતે મળેલી જીતનો આનંદ છે,
ઘાટ - પ્રત્યાઘાત અંગે કાંઈ પણ કહેવું નથી.
ચોતરફ સઘળું સલામત જોઇને હરખાઉં છું,
બાકી ઝંઝાવાત અંગે કાંઈ પણ કહેવું નથી.
માનવીને માનવી રૂપે જ સ્વીકારું છું હું,
એની બીજી જાત અંગે કાંઈ પણ કહેવું નથી.
આવડ્યું એવું કર્યું વર્ણન ગઝલના રૂપમાં,
એની મોઘમ વાત અંગે કાંઈ પણ કહેવું નથી.
ઊંઘના ઉત્પાત અંગે કાંઈ પણ કહેવું નથી.
યુદ્ધના અંતે મળેલી જીતનો આનંદ છે,
ઘાટ - પ્રત્યાઘાત અંગે કાંઈ પણ કહેવું નથી.
ચોતરફ સઘળું સલામત જોઇને હરખાઉં છું,
બાકી ઝંઝાવાત અંગે કાંઈ પણ કહેવું નથી.
માનવીને માનવી રૂપે જ સ્વીકારું છું હું,
એની બીજી જાત અંગે કાંઈ પણ કહેવું નથી.
આવડ્યું એવું કર્યું વર્ણન ગઝલના રૂપમાં,
એની મોઘમ વાત અંગે કાંઈ પણ કહેવું નથી.
0 comments
Leave comment