80 - વિચારું શું હવે ? / હરજીવન દાફડા


કે વિચારું છું, વિચારું શું હવે ?
આ ભર્યા જગમાં વધારું શું હવે ?

મારા પહેલાં મન પહોંચે હર જગા,
મન વગર ધારું તો ધારું શું હવે ?

શ્વાસ પણ જ્યાં હોય થાપણ પારકી,
માનવું તારું કે મારું શું હવે ?

ચિત્ર ચારેકોરથી બગડી ગયું,
ધ્રૂજતા હાથે સુધારું શું હવે ?

એક પણ બારાખડીમાં હું નથી,
શબ્દમાં રાતો ગુજારું શું હવે ?


0 comments


Leave comment