21 - જાણું છું / લક્ષ્મી ડોબરિયા


સાવ ખાલી થવાનું જાણું છું.
કોઈના થઈ જવાનું જાણું છું.

નામ ક્યાં સ્થાપવાનું જાણું છું?
જાત વિસ્તારવાનું જાણું છું !

નહિ ઊભા રે’ તરસની સામે એ,
પાણી હું ઝાંઝવાંનું જાણું છું.

ભાર હોવાપણાંનો લાગે તો,
તળ સુધી પહોંચવાનું જાણું છું.

વાત પહોંચી જશે નિયત સ્થાને,
વાતને વાળવાનું જાણું છું.

હાથમાં શું નથી? ના ઉત્તરમાં,
આંગળી ચીંધવાનું જાણું છું.

સૂર્યપૂજા વિશે શું કહેવાનું?
હું તો બસ જાગવાનું જાણું છું.1 comments

sandspeaks

sandspeaks

Dec 28, 2019 01:43:52 PM

mast

0 Like


Leave comment