24 - જરાતરા / લક્ષ્મી ડોબરિયા
મત આગવો ય રાખજો કિન્તુ જરાતરા,
રેખાઓ ખુદની વાંચજો કિન્તુ જરાતરા.
સંભારણાનું મૂલ્ય કૈંક ઓછું નથી અહીં,
મુઠ્ઠી ભલે ઉઘાડજો કિન્તુ જરાતરા.
આ પ્રેમ છે ને પ્રેમમાં બસ આપવું પડે,
એ વાતે મોણ નાંખજો કિન્તુ જરાતરા.
આગળ જવાની હામ ત્યાં બેશક મળી જશે,
ગમતા વળાંકે થોભજો કિન્તુ જરાતરા.
ખુદને નજરમાં રાખવાની લાલસામાં પણ,
દર્પણને ભાવ આપજો કિન્તુ જરાતરા.
ધાર્યું કશું નાં થાય તો વ્હેવારુ થઈ અને,
ટોળાનો ભાગ થઈ જજો કિન્તુ જરાતરા.
હા, શક્ય છે તકાજો સમયનો એ હોય પણ,
મન મારજો કે વાળજો કિન્તુ જરાતરા.
રેખાઓ ખુદની વાંચજો કિન્તુ જરાતરા.
સંભારણાનું મૂલ્ય કૈંક ઓછું નથી અહીં,
મુઠ્ઠી ભલે ઉઘાડજો કિન્તુ જરાતરા.
આ પ્રેમ છે ને પ્રેમમાં બસ આપવું પડે,
એ વાતે મોણ નાંખજો કિન્તુ જરાતરા.
આગળ જવાની હામ ત્યાં બેશક મળી જશે,
ગમતા વળાંકે થોભજો કિન્તુ જરાતરા.
ખુદને નજરમાં રાખવાની લાલસામાં પણ,
દર્પણને ભાવ આપજો કિન્તુ જરાતરા.
ધાર્યું કશું નાં થાય તો વ્હેવારુ થઈ અને,
ટોળાનો ભાગ થઈ જજો કિન્તુ જરાતરા.
હા, શક્ય છે તકાજો સમયનો એ હોય પણ,
મન મારજો કે વાળજો કિન્તુ જરાતરા.
1 comments
sandspeaks
Dec 28, 2019 01:46:33 PM
Mann maarjo ke vadjo....Jara Tara
0 Like
Leave comment