28 - કાયમી નથી / લક્ષ્મી ડોબરિયા


હૈયે ને હોઠે રાવ છે એ કાયમી નથી,
સંજોગવશ સ્વભાવ છે એ કાયમી નથી.

સોળે કળા એ છે છતાં ચિંતા ન એની કર,
આ ભાવ ને અભાવ છે એ કાયમી નથી.

ડાળીને ફાલવાનું તો કારણ મળી ગયું,
કે, પાનખરનો દાવ છે એ કાયમી નથી.

ખીલે-ખરે સમયના તકાજા ના કારણે,
આ મોસમી તનાવ છે એ કાયમી નથી.

હળવાશને મેં નોતરી એવું કહીને કે,
પીડાની આવ-જાવ છે એ કાયમી નથી. 


1 comments

sandspeaks

sandspeaks

Dec 28, 2019 01:49:07 PM

ahaaaan !

0 Like


Leave comment