29 - અવસર ઉજવું / લક્ષ્મી ડોબરિયા


ડૂબવા કરતાં અઘરું તરવું,
પ્યાસ ટકાવી પાર ઉતરવું.

જાત સમેટી અવસર ઉજવું,
ચાદર માટે શું કરગરવું?

આમ સફર આસન કરી મેં,
ઢાળ-વળાંકે ઢળવું-વળવું.

વાત ગળે ઉતરી જાશે પણ,
હોય જરૂરી ટાણું કળવું.

મ્હોરાંને ઝળહળતું રાખી,
સ્હેલું ક્યાં છે ખુદને મળવું?

અજવાળાંની આશા છે તો,
જલવા કરતાં બહેતર ઠરવું.

છોડ ગણિત ને પાઠ ભણી લે,
શાખને કાજે મૂળથી વધવું.0 comments


Leave comment