72 - બાવળની શૂળમાં / નીરજ મહેતા


બાવળની શૂળમાં
અથવા ત્રિશૂળમાં

કાં હોય ટોચ પર
કાં હોય મૂળમાં

ખારાશ થૈ મળે
દરિયાના કૂળમાં

ક્યારેક સૂક્ષ્મમાં
ક્યારેક સ્થૂળમાં

ઈશ્વર મળી શકે
ધરતીની ધૂળમાં0 comments


Leave comment