74 - લીમડાની ડાળ મીઠી હોય તો શું જોઇએ ? / નીરજ મહેતા


લીમડાની ડાળ મીઠી હોય તો શું જોઇએ ?
ઘાસમાંથી હાથ આવે સોઈ, તો શું જોઇએ ?

આંખમાં જામ્યા કરે અવિરત પ્રતીક્ષાનો બરફ
ક્યાંકથી પાછું ફરે જો કોઈ તો શું જોઇએ ?

પદ, પ્રતિષ્ઠા, નામ, પૈસા રાખ સઘળું તું હવે
હાથમાં છે દાંડિયો ‘ને મોઈ તો શું જોઇએ ?

પ્રાર્થનાના ફૂલ ખીલે, પાંદ હોવાના ખરે
આપણામાં રોજ એવું હોય તો શું જોઇએ ?


0 comments


Leave comment