4 - યાદ ન કરવા જેવી વાતની ગઝલ / રિષભ મહેતા
પળ પળે પળ શ્વાસ ? જૂની વાત થઈ
દર્દનો એહસાસ ? જૂની વાત થઈ
આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ ? જૂની વાત થઈ
શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસ ? જૂની વાત થઈ
તરબતર આંખો ય કોરી થઈ ગઈ
છમ્મ લીલી પ્યાસ ? જૂની વાત થઈ
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ ? જૂની વાત થઈ
દર્દનો એહસાસ ? જૂની વાત થઈ
આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ ? જૂની વાત થઈ
શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસ ? જૂની વાત થઈ
તરબતર આંખો ય કોરી થઈ ગઈ
છમ્મ લીલી પ્યાસ ? જૂની વાત થઈ
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ ? જૂની વાત થઈ
0 comments
Leave comment