8 - આપણી નાગરી નાતની રીત છે / નરસિંહ મહેતા


રાગ કેદારો

‘આપણી નાગરી નાતની રીત છે, વહુઅર ! તમને નથી તે અજાણી,
તે થકી અધિક કરે તમ તાત તો પ્રાણી સકળ વંદે ધન્ય વાણી. ૧

કાગળ-લેખણ, વહુજી ! કરમાં ધારો, પ્રથમ કુંકુમ લખો પાંચ શેર,
શ્રીફળ-સોપારી તે ગામ પામે સહુ, આપો પહેરામણી ઘે ર ઘેર. ૨

આપી સહસ્ત્ર મહોર વહેવાઈને રીઝવો જેઠ, જેઠાણી, દિયર, દેરાણી,
નણદીએ રાખડી બાંધી છે કર વિશે, ગોરની વાત તે નથી અજાણી. ૩

પંચ શુભ વસ્ત્ર પહેરામણી પુરુષને, નારીને ચીર ને ચોળીદીજે,
એટલું નાત પરનાત પામે સહુ, કહો છો તો કસર શીદ કીજે ? ૪

બહોળો કુટુંબપરિવાર છે આપણો, તેને વિશેષ કરશો તો થાશે વારુ,
હેમના હાર, શણગાર પામે સહુ, આજે કરો સત્કાર ચારુ. ૫

જેહને જેવી ઈચ્છા હશે મન વિશે, માગશે કોઈ મોતીની માળા,
આવો અવસર ફરીફરીને વળી ક્યાં થકી આવશે કામગાળા ? ૬

હીરા-માણેક-મણિ, હાથનાં સાંકળાં પુત્રી-જમાઈને સોનાનાં કરીએ’,
વાળસાસુ કહે : ‘વૈષ્ણવ દક્ષ છે, તેહનો પાર અમે ન ધરીએ.’ ૭


0 comments


Leave comment