15 - માઈલસ્ટોન જગજીતસિંગને અર્પણ થયેલી ગઝલ / રિષભ મેહતા


પળ પળે પળ શ્વાસ ! સુણ જગજીતને
દર્દના એહસાસ ! સુણ જગજીતને

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ ! સુણ જગજીતને

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
હે, વિવશ મધુમાસ ! સુણ જગજીતને

તરબતર આંખોને રાખી તરબતર
છમ્મ લીલી પ્યાસ ! સુણ જગજીતને

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ ! સુણ જગજીતને



0 comments


Leave comment