16 - આપણા સારેગપધસાની ગઝલ / રિષભ મેહતા


પળ પળે પળ શ્વાસમાં શિવરંજની
દર્દના એહસાસમાં શિવરંજની

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસમાં શિવરંજની

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
સુણ વિવશ મધુમાસમાં શિવરંજની

તરબતર આંખોને લૂછી નાખ મા
છમ્મ લીલી પ્યાસમાં શિવરંજની

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશમાં શિવરંજની



0 comments


Leave comment