20 - અનુભૂતિના આકારની ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસમાં એક પ્યાસ છે
દર્દના એહસાસમાં એક પ્યાસ છે

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસમાં એક પ્યાસ છે

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસમાં એક પ્યાસ છે

તરબતર આંખોને લૂછી નાખ મા
છમ્મ લીલી પ્યાસમાં એક પ્યાસ છે

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશમાં એક પ્યાસ છે0 comments


Leave comment