32 - શક્યતા... રાખી તો જો / લક્ષ્મી ડોબરિયા


શક્યતા અજવાસની રાખી તો જો,
બંધ મુઠ્ઠી ક્યાંક તું ખોલી તો જો.

એ જ આગળ લઈ જશે રોક્યા પછી,
એક રેખા આગવી દોરી તો જો.

મન, પછી તો સાવ સીધું ચાલશે,
એને થોડું મન મુજબ વાળી તો જો.

ગુલમહોરી તેજ તારું નીખરે,
મોહ છાંયાનો જરી છોડી તો જો.

ધારણાં વિસ્તારની કરજે પછી,
મૂળ પહેલાં ભીતરે ગાળી તો જો.


0 comments


Leave comment