33 - જગાડે છે મને / લક્ષ્મી ડોબરિયા
ભીતરેથી રોજ માંજે છે મને,
પ્રશ્ન જાણે ઝળહળાવે છે મને.
એમ લાગે કે સતાવે છે મને,
પણ, સમય તથ્યો બતાવે છે મને.
કાલે જે બંધન સમી લાગી હતી,
આજે એ રેખા ઉગારે છે મને.
હસ્તરેખાઓ ગઈ છે વિસ્તરી,
જિંદગી, બસ, એમ રાખે છે મને.
એટલે રાખું છું થોડીક શૂન્યતા,
કાન ફૂંકી એ જગાડે છે મને.
ઝાંઝવાંને અવગણી માંડી પરબ,
તું તરસ આપી તરાશે છે મને.
આ ગઝલ અજવાળું થઈને અવતરી,
એ ઋણાનુબંધ લાગે છે મને.
પ્રશ્ન જાણે ઝળહળાવે છે મને.
એમ લાગે કે સતાવે છે મને,
પણ, સમય તથ્યો બતાવે છે મને.
કાલે જે બંધન સમી લાગી હતી,
આજે એ રેખા ઉગારે છે મને.
હસ્તરેખાઓ ગઈ છે વિસ્તરી,
જિંદગી, બસ, એમ રાખે છે મને.
એટલે રાખું છું થોડીક શૂન્યતા,
કાન ફૂંકી એ જગાડે છે મને.
ઝાંઝવાંને અવગણી માંડી પરબ,
તું તરસ આપી તરાશે છે મને.
આ ગઝલ અજવાળું થઈને અવતરી,
એ ઋણાનુબંધ લાગે છે મને.
0 comments
Leave comment