35 - ભૂલોને સ્વીકારું છું / લક્ષ્મી ડોબરિયા


ભૂલોને સ્વીકારું છું,
અજવાળું વિસ્તારું છું.

તર્કની દીવાલો તોડી,
તથ્યોને ઊગારું છું.

બત્રીસ કોઠે દીવા થ્યા,
તારું હોવું ધારું છું.

કલ્પન કેરી છાયામાં,
એક હકીકત ઠારું છું.

મૂળમાં શ્રદ્ધાને સીંચી,
પતઝડને પડકારું છું.

સૂરજ ઊગે કે ડૂબે,
સમભાવે સત્કારું છું.

પથ્થર સમજો કે ઈશ્વર,
હું શબ્દો અવતારું છું. 


0 comments


Leave comment