37 - પ્રમાણસર / લક્ષ્મી ડોબરિયા
દર્પણને અવગણ્યું અને ચાહ્યું પ્રમાણસર,
આ સાદગીનું તેજ નિખાર્યું પ્રમાણસર.
ઊંચે જવાનો મોહ કદાચિત થઈ જશે,
પલ્લું મેં નમતું એટલે રાખ્યું પ્રમાણસર.
અહિં દબદબો શું કોઈનો કારણ વગર વધે?
મેં નામ દીધું, લીધું ને જાપ્યું પ્રમાણસર.
દેખ્યાની દાઝ હોય છે એ વાત માનીને-
આંખો, હૃદય ને કાનથી જાણ્યું પ્રમાણસર.
મન તાજગીસભર અને જીવંત રહી શક્યું,
સમજી વિચારી એને મેં માર્યું પ્રમાણસર.
આ સાદગીનું તેજ નિખાર્યું પ્રમાણસર.
ઊંચે જવાનો મોહ કદાચિત થઈ જશે,
પલ્લું મેં નમતું એટલે રાખ્યું પ્રમાણસર.
અહિં દબદબો શું કોઈનો કારણ વગર વધે?
મેં નામ દીધું, લીધું ને જાપ્યું પ્રમાણસર.
દેખ્યાની દાઝ હોય છે એ વાત માનીને-
આંખો, હૃદય ને કાનથી જાણ્યું પ્રમાણસર.
મન તાજગીસભર અને જીવંત રહી શક્યું,
સમજી વિચારી એને મેં માર્યું પ્રમાણસર.
0 comments
Leave comment