39 - અક્ષરમાં ઈશ્વર જોયા / લક્ષ્મી ડોબરિયા


કક્કામાં મેં અક્ષર જોયા,
ને, અક્ષરમાં ઈશ્વર જોયા.

સીધા સાદા પ્રશ્નોના પણ,
અઘરા અઘરા ઉત્તર જોયા.

ખાલીપો ભરવાના રસ્તા,
ગીત-ગઝલમાં નવતર જોયા.

સંબંધોના પરપોટા પર,
હીરા-મોતી જડતર જોયા.

સમજણનો દીવો પ્રગટાવી,
દુઃખના કારણ અંદર જોયા. 


0 comments


Leave comment