40 - પ્રથમ / લક્ષ્મી ડોબરિયા
મૂળ ગાળી લે પ્રથમ,
એમ વ્યાપી લે પ્રથમ.
દોડ લેખે લાગશે,
રેખા આંકી લે પ્રથમ.
છોડવાનું કંઈ નથી,
ખુદને પામી લે પ્રથમ.
બોર તું વ્હેંચી શકીશ,
મૌન સાધી લે પ્રથમ.
પાનખર હો કે વસંત,
દાવ, ડાળી લે પ્રથમ.
પાર તું પ્હોંચી જશે,
તળને તાગી લે પ્રથમ.
પડઘો થઈ આવે ગઝલ,
સાદ પાડી લે પ્રથમ.
એમ વ્યાપી લે પ્રથમ.
દોડ લેખે લાગશે,
રેખા આંકી લે પ્રથમ.
છોડવાનું કંઈ નથી,
ખુદને પામી લે પ્રથમ.
બોર તું વ્હેંચી શકીશ,
મૌન સાધી લે પ્રથમ.
પાનખર હો કે વસંત,
દાવ, ડાળી લે પ્રથમ.
પાર તું પ્હોંચી જશે,
તળને તાગી લે પ્રથમ.
પડઘો થઈ આવે ગઝલ,
સાદ પાડી લે પ્રથમ.
0 comments
Leave comment