80 - સૌથી પહેલવહેલો જઇ વાર કોણ કરશે ? / નીરજ મહેતા


સૌથી પહેલવહેલો જઇ વાર કોણ કરશે ?
અર્જુન સમાન ગાંડિવ-ટંકાર કોણ કરશે ?

હાવી થતી નિરવતા મનનો અવાજ દાબી
હિંમત ભરી હૃદયમાં હુંકાર કોણ કરશે ?

જ્યાં ચોતરફ અસત્યો રાવણ બની ફરે છે
એની વિરુદ્ધ ખુલ્લી તલવાર કોણ કરશે ?

ભીતર ભરેલ સામર્થ્યોને જરા પરખ તું
ઊઠ, હે યુવાન! તું વિણ લલકાર કોણ કરશે ?

ક્ષણ-ક્ષણ યુયુત્સુઓની આજે જરૂર પડશે
કેશવ નથી બધાને તૈયાર કોણ કરશે ?


0 comments


Leave comment