82 - ખુલ્લાં પુસ્તક જેવો થઇને વંચાયો છું / નીરજ મહેતા


ખુલ્લાં પુસ્તક જેવો થઇને વંચાયો છું
તેમ છતાં હું કોઈને ક્યાં સમજાયો છું

મળશે આ ભેંકાર નગરમાં ઘર ક્યાં મારું ?
મત્લા ‘ને મક્તાની વચ્ચે સચવાયો છું

સહજીવનની હદ એથી શું હોય વધીને ?
પગરવ તારા ‘ને પળપળ હું પડઘાયો છું

ગફલતમાં ના પડશો આ દેખાવ નિહાળી
કાળો છુંકિંતુ ગઝલોનો પડછાયો છું

(ધબક)


0 comments


Leave comment