84 - બધી ઈચ્છાઓનું પોકળપણું / નીરજ મહેતા


બધી ઈચ્છાઓનું પોકળપણું
ઉપરથી જિંદગી ઝાકળપણું

અહીં પળમાં ઘડીમાં ત્યાં ફરે
અરે મન ! આટલું વિહ્વળપણું !?!

સ્મરણ આષાઢ ગોરંભાય છે
નયનમાં ફૂટશે વાદળપણું

તરસ દોષિત હતી ક્યાં એમની ?
નડ્યું છે આપણું મૃગજળપણું

(ગઝલગરિમા)


0 comments


Leave comment