૮૫ કેટલી તક આપણામાં હોય છે / નીરજ મહેતા


કેટલી તક આપણામાં હોય છે
એક બાળક આપણામાં હોય છે

મ્હેકવાની ગુલમહોરી શક્યતા
ફૂલ માફક આપણામાં હોય છે

બે ઘડી દેખાય એની આંખમાં
‘ને અચાનક આપણામાં હોય છે

આયખું ઝળહળ થશે, યત્નો કરો
શુક્રતારક આપણામાં હોય છે

જે રહે કણ-કણ મહીં, દેખાય ના
એ જ વ્યાપક આપણામાં હોય છે0 comments