87 - એ જાય, એ પ્રથમ કદી આવી જવાનું નહિ / નીરજ મહેતા


એ જાય, એ પ્રથમ કદી આવી જવાનું નહિ
આંસુને કહ્યું – ‘આવી રીતે વર્તવાનું નહિ’

એનાં અબોલાં કેટલાં અમને ફળી ગયાં
સામે મળે, તરત કહી દે – ‘બોલવાનું નહિ’

કહી દેવું માત્ર એમ – ‘તને પ્રેમ કરૂં છું’
એ વાક્યને ઝાઝું બધું શણગારવાનું નહિ

પાંપણ કરીને બંધ તને જોઈ લઉં તરત
કેવો સરસ ઉપાય ! કશે દોડવાનું નહિ

‘જોયા કરો છો કેમ મને?’ એમ પૂછ મા
જે હોઠ ઉપર સ્મિત હતું - શોધવાનું નહિ ?

(અવસર)0 comments


Leave comment