88 - ખૂલી સ્વપ્નની હાટ ક્ષણના કિનારે / નીરજ મહેતા
ખૂલી સ્વપ્નની હાટ ક્ષણના કિનારે,
શકુનિની ચોપાટ ક્ષણના કિનારે.
અહીં ઝાંઝવાં પણ બને જળ ખરેખર,
શમે સૌ રઝળપાટ ક્ષણના કિનારે.
હવે કોણ કરશે ઉપાયો? વિચારો,
સમયને ચડયો કાટ ક્ષણના કિનારે.
વિમાસણથી શું તું નિહાળી રહ્યો છે?
છે આ રોજનો ઘાટ ક્ષણના કિનારે.
ભિખારી સૂતો કોથળો જીર્ણ ઓઢી,
ઉઘાડીને મોંફાટ ક્ષણના કિનારે
(કવિલોક)
શકુનિની ચોપાટ ક્ષણના કિનારે.
અહીં ઝાંઝવાં પણ બને જળ ખરેખર,
શમે સૌ રઝળપાટ ક્ષણના કિનારે.
હવે કોણ કરશે ઉપાયો? વિચારો,
સમયને ચડયો કાટ ક્ષણના કિનારે.
વિમાસણથી શું તું નિહાળી રહ્યો છે?
છે આ રોજનો ઘાટ ક્ષણના કિનારે.
ભિખારી સૂતો કોથળો જીર્ણ ઓઢી,
ઉઘાડીને મોંફાટ ક્ષણના કિનારે
(કવિલોક)
0 comments
Leave comment