89 - ફરીથી દોસ્ત! તારી યાદ આવે તો મજા આવે / નીરજ મહેતા


ફરીથી દોસ્ત! તારી યાદ આવે તો મજા આવે
નયનમાં વ્હાલનો વરસાદ આવે તો મજા આવે

સુણ્યા છે સત્યના કલરવ અને પગરવ ગઝલફરતે
ગઝલની ભીતરેથી સાદ આવે તો મજા આવે

કદી સૂના નયન-ગોખે મધૂરી યાદ ઊભરતાં
મધૂરો અશ્રુનો પણ સ્વાદ આવે તો મજા આવે

અધર પરથી સરેલા શબ્દને હું કેમ સમજાવું
ઊઘડતી આંખમાં સંવાદ આવે તો મજા આવે

જરા રજુઆત અટકાવી જુઓ બે શેરની વચ્ચે
કશું બોલો નહીં ‘ને દાદ આવે તો મજા આવે

(ફિલીંગ્સ)


0 comments


Leave comment