90 - માનવતા મહેકાવે એવો માણસ છે / નીરજ મહેતા


માનવતા મહેકાવે એવો માણસ છે
માન્યામાં ના આવે એવો માણસ છે

સાફ નજરથી નાણો તો આંખો ઝળહળ
ભાવ થશે તો ભાવે એવો માણસ છે

એની પાછળ ખંજર લઇને ના જાશો
સામેથી બોલાવે એવો માણસ છે

આંખોમાં એની લીલાંછમ ઝળઝળિયાં
નગરીને અભડાવે એવો માણસ છે

કોઇ દિવસ વૈરાગની વાત કરે નહિ પણ
સંતોને શરમાવે એવો માણસ છે


0 comments


Leave comment