21 - અનુપસ્થિત પ્રિયાની ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસ કોની આશમાં ?
દર્દનો એહસાસ કોની આશમાં ?

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ કોની આશમાં ?

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસ કોની આશમાં ?

તરબતર આંખોને પ્રશ્ન થાય છે
છમ્મ લીલી પ્યાસ કોની આશમાં ?

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ કોની આશમાં ?



0 comments


Leave comment