23 - જિજિવિષાની વિવિધ ભંગિમાઓની ગઝલ / રિષભ મહેતા
પળ પળે પળ શ્વાસને પકડો જરા
દર્દના એહસાસને પકડો જરા
આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસને પકડો જરા
શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસને પકડો જરા
તરબતર આંખોને ના લૂછો હવે
છમ્મ લીલી પ્યાસને પકડો જરા
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશને પકડો જરા
દર્દના એહસાસને પકડો જરા
આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસને પકડો જરા
શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસને પકડો જરા
તરબતર આંખોને ના લૂછો હવે
છમ્મ લીલી પ્યાસને પકડો જરા
દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશને પકડો જરા
0 comments
Leave comment