24 - આવતીકાલની સવારની ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસ વિસ્તરશે હવે
દર્દનો એહસાસ વિસ્તરશે હવે

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ વિસ્તરશે હવે

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
ન વિવશ મધુમાસ વિસ્તરશે હવે

તરબતર આંખોને લૂછી નાખ મા
છમ્મ લીલી પ્યાસ વિસ્તરશે હવે

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ વિસ્તરશે હવે


0 comments


Leave comment