28 - આપણી ટાઈટાનિકની ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસમાં ડૂબ્યા; પછી ?
દર્દના એહસાસમાં ડૂબ્યા; પછી ?

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસમાં ડૂબ્યા; પછી ?

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
ને વિવશ મધુમાસમાં ડૂબ્યા; પછી ?

તરબતર આંખોને રાખી તરબતર
છમ્મ લીલી પ્યાસમાં ડૂબ્યા; પછી ?

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશમાં ડૂબ્યા; પછી ?


0 comments


Leave comment