41 - કબૂલ છે / લક્ષ્મી ડોબરિયા
થોડો–ઘણો સમયનો તકાજો કબૂલ છે,
મારા સુધી જવાનો એ રસ્તો કબૂલ છે.
એવું બને કે તથ્ય નવા સાંપડે મને,
પડઘાય ખાલી ક્ષણ તો એ પડઘો કબૂલ છે.
સામે કિનારે લઈ જશે, શ્રદ્ધા વધી ગઈ,
મારી તરસનો આગવો ઠસ્સો કબૂલ છે.
આગળ જવાની રીત આ સૌથી સરળ મળી,
પાછું ફરીને જોઉં એ નુસખો કબૂલ છે
એવું નથી હૃદયને સતત અવગણ્યા કરું,
નક્કર જો હોય એનો ઉમળકો કબૂલ છે.
હોવું તમારું આમ ગઝલ થઈને અવતર્યું,
મારું કશું નથી નો પુરાવો કબૂલ છે.
નોખી અદાથી સાચવે ટાણું વિદાયનું,
એ કારણે આ સાંજનો મોભો કબૂલ છે.
મારા સુધી જવાનો એ રસ્તો કબૂલ છે.
એવું બને કે તથ્ય નવા સાંપડે મને,
પડઘાય ખાલી ક્ષણ તો એ પડઘો કબૂલ છે.
સામે કિનારે લઈ જશે, શ્રદ્ધા વધી ગઈ,
મારી તરસનો આગવો ઠસ્સો કબૂલ છે.
આગળ જવાની રીત આ સૌથી સરળ મળી,
પાછું ફરીને જોઉં એ નુસખો કબૂલ છે
એવું નથી હૃદયને સતત અવગણ્યા કરું,
નક્કર જો હોય એનો ઉમળકો કબૂલ છે.
હોવું તમારું આમ ગઝલ થઈને અવતર્યું,
મારું કશું નથી નો પુરાવો કબૂલ છે.
નોખી અદાથી સાચવે ટાણું વિદાયનું,
એ કારણે આ સાંજનો મોભો કબૂલ છે.
0 comments
Leave comment