42 - તડકે મૂકી / લક્ષ્મી ડોબરિયા
મનગમતી ક્ષણ તડકે મૂકી.
પોત નવું વણ તડકે મૂકી.
હાશ કરી મન હેઠું બેઠું,
ભીતરના વ્રણ તડકે મૂકી.
પગભર થાશે એ આશાએ,
કાચી સમજણ તડકે મૂકી.
ખાલી થઈ મન હળવું થઈ ગ્યું,
કોરા સગપણ તડકે મૂકી.
દુઃખ ઊચક્યું છે ડાબા હાથે,
તારણ, કારણ તડકે મૂકી.
રોજ હવે ઊગાડું અવસર,
તિથિ ને તોરણ તડકે મૂકી.
હું ગઝલોથી આપું ઓળખ,
ધારા–ધોરણ તડકે મૂકી.
પોત નવું વણ તડકે મૂકી.
હાશ કરી મન હેઠું બેઠું,
ભીતરના વ્રણ તડકે મૂકી.
પગભર થાશે એ આશાએ,
કાચી સમજણ તડકે મૂકી.
ખાલી થઈ મન હળવું થઈ ગ્યું,
કોરા સગપણ તડકે મૂકી.
દુઃખ ઊચક્યું છે ડાબા હાથે,
તારણ, કારણ તડકે મૂકી.
રોજ હવે ઊગાડું અવસર,
તિથિ ને તોરણ તડકે મૂકી.
હું ગઝલોથી આપું ઓળખ,
ધારા–ધોરણ તડકે મૂકી.
0 comments
Leave comment