43 - કોરાણે મૂકજે / લક્ષ્મી ડોબરિયા
દર્પણ કહે એ સાર ને કોરાણે મૂકજે,
ને ‘હું’ ની સારવારને કોરાણે મૂકજે.
ભોં ફાડીને ઊગી શકે એ બીજ તારવી,
તકવાદી સૌ વિચારને કોરાણે મૂકજે.
તું ધીર છે ને સ્થિર છે, સાબિત થઈ જશે,
બસ, નામના મિનારને કોરાણે મૂકજે.
ડાળીની જેમ દ્રશ્યને તાજા જ રાખવા,
ભીતરના સૌ નકારને કોરાણે મૂકજે.
જો લક્ષ્ય ગુલમહોરી નજર સામે હોય તો,
ઝાકળ સમા નિખારને કોરાણે મૂકજે.
હળવી ક્ષણો ય હાથવગી થઈ જશે પછી,
ખાલી હૃદયના ભારને કોરાણે મૂકજે.
ને ‘હું’ ની સારવારને કોરાણે મૂકજે.
ભોં ફાડીને ઊગી શકે એ બીજ તારવી,
તકવાદી સૌ વિચારને કોરાણે મૂકજે.
તું ધીર છે ને સ્થિર છે, સાબિત થઈ જશે,
બસ, નામના મિનારને કોરાણે મૂકજે.
ડાળીની જેમ દ્રશ્યને તાજા જ રાખવા,
ભીતરના સૌ નકારને કોરાણે મૂકજે.
જો લક્ષ્ય ગુલમહોરી નજર સામે હોય તો,
ઝાકળ સમા નિખારને કોરાણે મૂકજે.
હળવી ક્ષણો ય હાથવગી થઈ જશે પછી,
ખાલી હૃદયના ભારને કોરાણે મૂકજે.
0 comments
Leave comment