46 - જાગવાની તક જડે / લક્ષ્મી ડોબરિયા
હા નહીં તો ના ફળે,
જાગવાની તક જડે.
વાત ઊંચાઈની છોડ,
ડાળ ઝૂકે ને ફળે.
જો દીવાલો હોય તો,
છાપરું પણ સાંપડે.
પ્યાસને જીવાડ તો,
વીરડા રણમાં મળે.
સાવ ઝીણો સાદ પણ,
દાદ માટે તરફડે.
પ્રશ્નથી પગભર થઈ,
જિંદગી પણ ઝળહળે.
હો ગઝલની હૂંફ તો,
દર્દ–પીડા પરવડે.
જાગવાની તક જડે.
વાત ઊંચાઈની છોડ,
ડાળ ઝૂકે ને ફળે.
જો દીવાલો હોય તો,
છાપરું પણ સાંપડે.
પ્યાસને જીવાડ તો,
વીરડા રણમાં મળે.
સાવ ઝીણો સાદ પણ,
દાદ માટે તરફડે.
પ્રશ્નથી પગભર થઈ,
જિંદગી પણ ઝળહળે.
હો ગઝલની હૂંફ તો,
દર્દ–પીડા પરવડે.
0 comments
Leave comment