47 - ખાલીપો / લક્ષ્મી ડોબરિયા
સમય સામે ધરીને હાથ, મેં માંગ્યો છે ખાલીપો,
સહજતાથી ગઝલ ને ગીતમાં ઢાળ્યો છે ખાલીપો.
ખુશીમાં મૌનના ખૂલી જશે સૌ ભેદ એ બીકે,
જરી ચપટી ભરી એકાંતમાં ચાખ્યો છે ખાલીપો.
ખબર કોઈને ક્યાં પડવા દીધી એની અસરની મેં ?
અને સ્વમાનથી બે આંખમાં રાખ્યો છે ખાલીપો.
સરળ હોતા નથી એના બળાપાને સહન કરવા,
દિવસ કે રાત ને જોયા વગર, આવ્યો છે ખાલીપો.
નહીં આવે કશું સાથે, જવાનું એકલા થાશે,
સમયને વારસામાં મેં લખી આપ્યો છે ખાલીપો.

0 comments
Leave comment